અર્પણ કોઈને એવી રીતે થવું કે એને સમર્પણ કરવું જ પડે
Showing posts with label પરિચય. Show all posts
Showing posts with label પરિચય. Show all posts

Sunday, November 26, 2023

પરિચય

નામ: કિરણબેન બી શર્મા

ઉપનામ: પ્રકાશ

પિતાનું નામ: બાલકૃષ્ણ શર્મા, પ્રકાશ

પતિનું નામ : રાકેશકુમાર જશવંતલાલ પાઠક

બાળકો: બે 

ગામ ; વડોદરા

અભ્યાસ: B A , PTC

વ્યવસાય: નિવૃત્ત શિક્ષિકા

વાંચન ,લેખન, વક્તૃત્વ અને ગાવું આ મારો શોખ છે. 

 સાહિત્યમાં છેલ્લા ત્રણ વર્ષથી નિવૃત્તિ બાદ પ્રવેશ કર્યો એટલે પા..પા ..પગલી આગળ વધી રહી છું . સાહિત્ય ગ્રુપ *શબ્દ વાવેતર એક પરિવાર* ,  *સાહિત્ય જગત* અને *ચાલો સાહિત્યનાં પંથે* , નામનાં  સાહિત્ય ગ્રૂપ ચલાવી સાહિત્યની અનેક વિવિધ પ્રવૃત્તિઓ થકી બનતી સાહિત્યની સેવાનો પ્રયાસ ચાલુ છે.  

*નમસ્કાર ગુજરાત દૈનિક ન્યૂઝપેપર માં* નિયમિત છેલ્લા 780 દિવસથી *સપ્તરંગી પ્રકાશના કિરણો* નામની દૈનિક ચિંતન કોલમ આવી હતી.  અવારનવાર અનેક ન્યુઝ પેપર અને સાહિત્ય ગ્રુપની અંદર મારી સ્વરચિત રચનાઓ રજૂ કરી રહી છું.

ચાર સ્વતંત્ર લેખ સંગ્રહ સપ્તરંગી પ્રકાશનાં કિરણો ભાગ 1, 2, 3 અને પ્રભા કિરણ પુસ્તક પ્રકાશિત થયાં છે. 

અનેક સહિયારી બુકમાં, મેગેઝિનમાં લેખિકા તરીકે રચનાઓ આવી છે. 

સદા અન્ય પાસેથી શીખવું એ શોખ પોષી રહી છું. 

હજૂ ખુદનો પરિચય બનાવવા પ્રયત્ન કરી રહી છું.🙏🏻