ઘટના જેવી બને, આબેહૂબ વર્ણન થાય છે,
મળ્યા ઘાવને શબ્દોનું ચંદન લગાવાય છે.
નથી લાગણી, અજાણી સ્ત્રી નિર્વસ્ત્ર થાય છે,
જોવા આખી મેદની ત્યાં ઉભરાય છે.
ધર્મ પરાયણ દેશમાં સ્ત્રીની આવી દશા થાય છે?
ઠાલા શબ્દોના ચંદન થી શાંતિ અનુભવાય છે?
એક દ્રોપદી એ મહાભારત યુદ્ધ થાય છે,
શું મણીપુર થી ચિનગારી એક લગાવાય છે?
મળશે ન્યાય તોય ક્યાં એ દ્રશ્ય દૂર થાય છે?
મૂક મેદની મર્દાનગી વગરની દેખાય છે.
No comments:
Post a Comment