ઉરમાં સંચય કરી અરમાનો, કોડીલી કન્યા ચાલી,
સાંજ તડકો ભરી ઝોળીમાં, આંખે છલકે લાલી.
પિયુ મિલન કેરી ભરી સોગાત, ચાલે છાનીમાની
સખી કેરી ટીખળ સુણી, જુઓ મલકે છાનીમાની.
હૈયાના સ્પંદનો ઉછળે, જાણે સાગર મોજા પાણી,
પ્રેમ પ્રીતનો જાણે ભર્યો ગાગર, છલકે સ્નેહ પાણી.
કોડ ભરી કન્યાએ સજ્યાં, સલૂણા સોળ શણગાર,
અમી ભરી આંખોમાં આંજયાં, સપના કેરો ઘર સંસાર.
જુઓ ક્ષિતિજે છવાયો, સુંદર સાંજ તડકો અનેરો,
પ્રીત પિયુ ને પાનેતર નો, અનોખો રચાયો આ સંસાર.
✒️કિરણબેન બી શર્મા ' પ્રકાશ '
*આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*
No comments:
Post a Comment