Sunday, November 26, 2023

દીકરી

 અહા! રૂડા ડગલા ની છાપ પાડે મારી દીકરી,

કેવાં સ્મિત સમા પગલાં પાડે મારી દીકરી.


જેના આગમનથી જીવન થયું મારું સોનેરી,
કાલી ઘેલી બોલીથી આનંદ ભરે મારી કુંવરી.


અમૂલ્ય એના લક્ષ્મી પગલાં, છાપ એની અનેરી,
જીવનમાં અનોખી ભાત પાડે છટા એની અનેરી.


બાળપણ એનું જોઈ યાદ આવે  પેલી સોનપરી,
નિર્દોષ હાસ્ય, નટખટ અદા, ચાલ મસ્તી ભરી.


ખુશીઓની એ સોદાગર છોડી ચાલી પિયુ સંગાથી
સ્મિત સમા પગલાની પાડશે ત્યાં છાપ અનોખા હેતની

-કિરણબેન શર્મા ' પ્રકાશ '

No comments:

Post a Comment