દાદાએ દાદી માટે લખ્યું એક ગીત 😊
કાવ્ય: પ્રિયા
બોખા મોઢાથી હાસ્ય કરતી ,
લાગે છે રૂપાળી તું પ્રિયા!
ભલે વાળ થયાં ધોળા તોય,
બાંધતી અંબોડો મસ્ત તું પ્રિયા!
મારાં ડગમગતાં પગનો ટેકો બની,
હળવા હાથે દાબતી તું પ્રિયા,!
મીઠાં હળવાં છણકા કરતીને,
હજુએ રીસાતી મૂંઝાતી તું પ્રિયા!
તીખું તળેલું ગળ્યું ઝાઝુ મને ભાવે ,
પણ રોગ એવા કે સાચવતી તું પ્રિયા !
જિંદગીભર કામકાજમાં દોડતાં આપણે,
આજ અવકાશે ભાળી છે તને પ્રિયા !
આપણે થયા શરીરથી વૃદ્ધ, મનની લાગણીથી બંધાયેલાં ઓ પ્રિયા!
જીવનભર તારા સંગાથે જીવ્યો હું,
આવતાં ભવે પણ મારી થાજે તું પ્રિયા!
પ્રેમ, વચન, આત્મીયતા અને સ્નેહ થકી,
મને સદા ભીંજવતી લાગણીથી તું પ્રિયા!
કિરણબેન બી શર્મા "પ્રકાશ"
વડોદરા.
No comments:
Post a Comment