Tuesday, December 26, 2023

જીવન મૃગતૃષ્ણાનો સાગર

*જીવન મૃગ તૃષ્ણાનો મહાસાગર*

માનવીનું જીવન એક મૃગ તૃષ્ણાનાં મહાસાગર જેવું છે. જ્યાં માનવીનાં મનમાં અનેક હસી ખુશી, સુખ દુઃખનાં મોજાઓ તરંગો ઊઠતા રહે છે. જીવનમાં પળે પળે માનવી કંઈક અવનવું ઈચ્છે છે, અનુભવે છે. રોજ ઉઠીને બેસતી જાગતી અને પાછી પડી જતી તેની ઈચ્છાઓ, ભાવનાઓ, મનસુબા તેની કસોટી લે છે. માનવી તેના મનોરથની પાંખમાં જોર ભરીને ઉડવા માંગે છે. કંઈક મેળવવા માંગે છે. સાગર કિનારે ઊંચી ઊંચી ઉડાન ભરી થોડી થોડી વારે નીચે આવીને પોતાના જીવન નિર્વાહ માટે પોતાનો ખોરાક શોધતાં પક્ષી, બગલા,  બતક, હંસલા , યાયાવર, ફ્લેમિંગોની જેમ માનવી મૃગતૃષ્ણાનાં મહાસાગર માંથી પોતાનું ધ્યેય, હેતુ શોધી કર્તવ્ય નિભાવે છે.
મૃગ તૃષ્ણાનાં અફાટ સાગરમાં ઈચ્છાનું મોતી શોધે છે. જીવનમાં ઘણી ઊંચ નીચ આવે છે, ચડતી પડતી ભરતી ઓટની જેમ આવે છે, છતાં હિંમત હાર્યા વિના પોતાના લક્ષને પામવા પ્રયત્ન કરે છે. પોતાની પાંખ પર એટલે કે બાહુબળ અને નેક ઇરાદા પર તેને ભરોસો હોય છે. આથી મક્કમતાથી તે આગળ વધે છે. જીવન ભલે ઝંઝાવાતોથી ભરેલું હોય પણ તે દરેક મુસીબતોનો સામનો કરી પ્રેમથી જીવન વિતાવે છે. 
ઘણીવાર માનવી પક્ષીઓની જેમ પોતાનાં રહેળાંક પર અનુકૂળતા ન રહે તો અન્ય જગ્યાએ થોડાં સમય સુધી હવાફેર કરવાં જાય છે. કુદરતનાં ખોળે રમનાર ને જીવનાર તમામ સજીવો પોતપોતાની પ્રકૃતિ અનુસાર સૃષ્ટિમાં મનગમતી જ્ગ્યાએ અનુકૂળતા સાધી લે છે. આમ દરેકનું જીવન મૃગતૃષણાનાં  મહાસાગર જેવું જ બને છે. શોધે તેણે અનેક પ્રકારના મોતી પણ મળે છે. બાકી ખાલી ડૂબી મરનાર પણ હૉય છે.

 લેખિકા: કિરણબેન શર્મા ' પ્રકાશ '

No comments:

Post a Comment