Tuesday, December 26, 2023

અન્યાય સામે અવાજ ઉઠાવવો કેમ જરૂરી

*અન્યાય સામે અવાજ ઉઠાવવો કેમ જરૂરી.*

 આદિ-અનાદિ કાળ, યુગોના યુગોથી સર્જનહારે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું, ત્યારથી એવા વિરોધી તત્વો ઊભા થાય છે કે કોઈ પણ સારું કાર્ય કરનારને હેરાન કરવા ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે. પહેલા ઋષિ-મુનિગણ ને હોમ હવનમાં અડચણ ઊભી કરવા રાક્ષસો આવતા, કોઇ પણ રાજાના રાજ્યમાં શાંતિ હોય ત્યાં એકાદ શકુની મામા જેવી વ્યક્તિઓ ઉત્પાત મચાવવા ઉશ્કેરતા.  આમ, જ્યાં માનવી ન્યાયપૂર્ણ રીતે નીતિમય જીવન જીવતા હોય ત્યાં અનીતિ તરત જ પોતાના કાળા પગલાં લઈને હાજર થાય, તેથી માનવી ખૂબ જ હેરાન થાય.  પ્રભુએ માનવમાં સહન શક્તિનો ગુણ મૂક્યો છે, તેથી સહન થાય ત્યાં સુધી કોઈ વાતનો પ્રતિકાર આપતો નથી. માનવ સમજે છે, જે ખોટું કરે તે છેલ્લે પછતાય છે.
 આખી સૃષ્ટિ પર એવી ઘણી બાબતો, જે સજીવ સૃષ્ટિને એક યા બીજી રીતે હાનિ પહોંચાડે છે. તેમાંનું એક છે- અન્યાય.  યુગોથી અન્યાયની સામે અવાજ ઉઠાવનાર કોઈ ઊભો થાય છે. માનવીમાં જ્યારે જ્યારે સત્તા પદ પૈસો અન્યાય સામે અવાજ ઉઠાવવો કેમ જરૂરી આદિ-અનાદિ કાળથી યુગોના યુગોથી સર્જનહારે જ્યારે જ્યારે પણ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી ગમે ત્યારે એવા વિરોધી તત્વો ઊભા થાય છે કે કોઈ પણ સારું કાર્ય કરનાર ને હેરાન કરવા ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે જેમ કે પહેલા ઋષિ-મુનિ ગણને હોમ હવન માં અડચણ ઊભી કરવા રાક્ષસો આવતા હતા અને કોઇ પણ રાજાના રાજ્યમાં શાંતિ હોય તો ત્યાં પણ એકાદ શકુની મામા જેવી વ્યક્તિઓ ઉત્પાત મચાવવા ઉશ્કેરતા હોય છે આમ જ્યાં માનવી ન્યાયપૂર્ણ રીતે જીવન નીતિમય જીવન જીવતા હોય ત્યાં અનીતિ તરત જ પોતાના કાળા પગલાં લઈને હાજર થઈ જાય તેથી માનવી ખૂબ જ હેરાન થઈ જાય છે પ્રભુએ માનવમાં સહન શક્તિનો ગુણ મૂક્યો છે અને તેથી જ તે સહન થાય ત્યાં સુધી કોઈ વાતનો પ્રતિકાર આપતો નથી માનવ સમાજે સમજે છે કે જે ખોટું કરે છે તે છેલ્લે પછતાય છે આખી સૃષ્ટિ પર એવી ઘણી બાબતો છે જે સજીવ સૃષ્ટિને એક યા બીજી રીતે હાનિ પહોંચાડે છે તેમાંનું એક છે અન્યાય યુગોથી અન્યાયની સામે અવાજ ઉઠાવનાર કોઈને કોઈ ઊભો થાય છે માનવીમાં જ્યારે સત્તા, પદ, પૈસો ,બાહુબળ કે આવડતનું અભિમાન આવી જાય, તે પોતાને સર્વસત્તાધીશ માનવા લાગે, પરિણામે બીજાને પોતાનાથી ઉતરતા માની તેમના પર અન્યાયનો કોરડો વીંઝવા લાગે, સામ,દામ,દંડ, ભેદ બધી રીતનો ઉપયોગ કરે, માનવી ઘણીવાર એટલો બધો સારાપણા ની આગ્રહી હોય , કે તે આ બધા સામે આંખ આડા કાન કરે, પરંતુ આ બધું તેની સહનશક્તિની હદમાં આવે ત્યાં સુધી જ ચાલુ રહે. એક તબક્કો એવો આવે, કે તમામ તે વિષયક બાબતો સામે તે અવાજ ઉઠાવે છે. મોરચો માંડે છે. આમ અન્યાય સામે અવાજ ઉઠાવવો જરૂરી થઈ પડે છે. માનવી પાસે બરબાદ થવા માટે પદ-પ્રતિષ્ઠા પૈસા કે ઘરબાર તે બધું આપી દે ,પરંતુ જ્યારે આત્મા જ લોહી લુહાણ થાય , કે તેના આત્મસન્માન પર વાત આવી જાય, પોતાના અસ્તિત્વ પર વાત અટકી જાય, ત્યારે તે અન્યાય સામે એકલો પણ ઉભો થઈને સામનો કરે, અન્યાય જ્યારે સમાજ દેશને સૃષ્ટિના બહોળા સમુદાય પર અસર કરે,  ખોટી માહિતી, ખોટી માગણીને , મનઘડત કોઈ એક વ્યક્તિની ખોટી અભિમાન વૃત્તિ અને તેના ખોટા આંતરિક આવેગો ને પોષવા માટે કરાતો હોય ત્યારે કોઈને કોઈ વિરલો તેની સામે અવાજ ઉઠાવવા આગળ આવે, અને એકની શરૂઆત પછી તો ધીરે-ધીરે ટોળું બનતું જ જાય છે.
 ન્યાય નીતિમય જીવન જ સુખ રૂપ હોય. ખોટા ચીલા કે રીતિ નીતિ ઘડવી,  રિવાજો પાડવા, દમનગીરી  કરવી, પદ પ્રતિષ્ઠાનો ખોટો દુરુપયોગ કરવો એ ખોટું છે,  તેની સામે અવાજ ઉઠાવવો, તેનો નાશ કરવો એ પણ આપણી ફરજ છે . માનવતાનું મહત્વનું પાસું છે. સજીવ સૃષ્ટિમાં જીવનનું અભિન્ન અંગ ગણાય. ખોટું સહન કરવું એ ખોટું કરનારને પ્રોત્સાહન આપવા બરાબર છે. અન્યાયને પ્રોત્સાહન ન આપતા તેનો ગંભીરતાથી સામનો કરવો ખૂબ જરૂરી છે. જ્યારે જ્યારે પણ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તે પછી દરેક જ્ઞાતિ, સમાજ, દેશ કે વિશ્વમાં એક નવો બદલાવ આવ્યો છે. નવા યુગની શરૂઆત થાય છે. ફરીવાર એ રીતે અન્યાય કે દમન થઈ શકતો નથી. ત્યાં બધા પોતાની જિંદગી સુખમય, શાંતિમય, આનંદ ઉલ્લાસ સાથે જીવી શકે.
 કૌરવ-પાંડવોનું,  રામ રાવણનું, દેવ-દાનવોનું યુદ્ધ,  આપણા દેશના રાજાઓનું અંદરોઅંદરનું યુદ્ધ,  આ બધું અન્યાય સામે ના અવાજનું પરિણામ હતું.  અંગ્રેજો અને આપણા દેશના લોકોનું સત્યાગ્રહનું યુદ્ધ પણ અંગ્રેજોની  દમનગીરીને દૂર કરવા અને શાંતિ અમન માટે જરૂરી હતું. 
 નવા સ્વતંત્ર ભારત માટે અન્યાય સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. આજની ચાલી રહેલ પરિસ્થિતિને વિશ્વ યુદ્ધના ભણકારા પણ થઇ રહેલા અન્યાય સામેનો અવાજ જ છે.  
અન્યાય , અનીતિનું રાજ લાંબો સમય ચાલતું નથી. નિર્બળ વ્યકિત પણ પોતાનાં આત્મબળથી પ્રેરાયને અન્યાય સામે અવાજ ઉઠાવે છે. 
આજે દેશમાં બઘી જ્ગ્યાએ ભ્રષ્ટાચાર, અનીતિ અને અન્યાયની બોલબાલા ચાલી રહી છે.નાનામાં નાનું કામ કરાવવું હોય તોય લાંચ રૂશ્વત આપવી પડે છે. ગરીબ વધારે ગરીબ અને અમીર વધારે અમીર બની રહ્યાં છે. મધ્યમ વર્ગ વચ્ચે પીસાઈ રહ્યો છે. દેખા દેખીનો જમાનો આવી ગયો છે. ટેકનોલોજીના સદુપયોગ સાથે દુરુપયોગ પણ વધી ગયો છે.
આજે ઠેરઠેર આતંકવાદ ફેલાઈ રહ્યો છે .ગુંડા તત્વોનું રાજ વધી રહ્યું છે. બહેન દીકરીઓનું એકલા બહાર નીકળવું કે રહેવું જોખમકારક સાબિત થઇ રહ્યું છે. દારૂ, બીડી-સિગારેટ ચરસ ,ગાંજો , ડ્રગ્સનું દૂષણ યુવાવર્ગને બગાડી રહ્યું છે. સસ્તા અનાજની દુકાન થી માંડીને મોટા-મોટા ગોડાઉનમાં ખોટી રીતે સંગ્રહખોરી કરીને મોંઘવારી વધારી રહ્યા છે. લાગવગનાં જોરે સારું ભણીને પાસ થનારા આજે બેરોજગાર ફરે છે.  હજી દહેજનું દૂષણ નામ બદલીને ફરી રહ્યું છે.  દરેક ક્ષેત્રમાં કામના પ્રમાણમાં વેતન મળતું નથી. પરિણામે લાંચ રૂશ્વત અને હપ્તા ઉઘરાવી  રહ્યાં છે.શોષણ પણ વધી ગયું છે. ઠેરઠેર ખાનગી શાળાઓને મંજૂરી આપીને મોં માંગી ફી ઉઘરાવાય છે, માનવ જિંદગી માટે આ દરેક બાબત એક અન્યાય છે. અને તે તમામ બાબતો માટે આગળ આવી અવાજ ઉઠાવવો જરૂરી છે.  આજે દરેક ખાવા-પીવાની જીવન જરૂરી વસ્તુઓમાં ભેળસેળ થઇ રહી છે. વ્યક્તિ સમાજ માટે આ બધી નાની દેખાતી બાબતો એક લુણ સમાન છે, અને જો તેની સામે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો માનવજાતિ માટે તે જીવતા બોમ્બ જેવી સાબિત થશે.
" ઉઠો માનવ !જાગો માનવ!
 અન્યાયને પડકારો માનવ !
 રહે  સહુ હળી-મળીને,
 એવું જગત બનાવો માનવ!
 સ્વની સ્વતંત્રતાને સમજો માનવ!
 પરની પરતંત્રતાને છોડો માનવ !
આત્મનિર્ભર , સ્વનિર્માણ કરો  માનવ! 
લાગે જયાં અન્યાય,  અવાજ ત્યાં ઉઠાવો માનવ! 

કિરણબેન બી શર્મા "પ્રકાશ"

No comments:

Post a Comment